Fri Mar 21, 2008 5:00 am (PDT)
પતિ : 'તું મારી એકપણ વાતમાં સહમત નથી થતી. હું શું મૂરખ છું ?'
પત્ની : 'સારું, ચલો આ વાતમાં હું સહમત થાઉં છું.'
*********
બે ગામડિયાઓ ઈજિપ્શિયન મમીને જોતા હતા. તેની ઉપર ઘણા બધા પાટા બાંધેલા જોઈ એકે કહ્યું : 'લાગે છે લોરી-અકસ્માત થયો છે.
તરત બીજો બોલ્યો : 'હા. જો લોરી નંબર લખ્યો છે BC 1760 !'
**********
છગન એના ચીની મિત્રને હોસ્પિટલમાં મળવા ગયો. ચીની મિત્ર : 'ચીન યુન યાન' એટલું બોલીને મરી ગયો. મિત્રના છેલ્લા શબ્દો શું હતા એ જાણવા છગન ચીન ગયો અને એ શબ્દોનો અર્થ પૂછ્યો.
અર્થ હતો : 'તું મારી ઑક્સિજનની નળી ઉપર ઊભો છે.'
**********
પચાસમી લગ્નતિથિની ઉજવણીમાં પતિની આંખમાં અચાનક આંસુ જોઈ પત્નીએ કારણ પૂછ્યું
પતિ : 'તને ખબર છે આજથી પચાસ વર્ષ પહેલાં હું તને ચોરીછૂપીથી મળવા આવ્યો'તો ત્યારે તારા પપ્પાએ મને પકડી લીધો અને ધમકી આપી કે તું મારી દીક&#